વાંકાનેરના વેલનાથપરા વિસ્તારમાં રહેતા હાર્દિકભાઈ સરાવાડીયા (ઉ.વ.૨૩)ની ધર્મની માનેલ બહેને અગાઉ આરોપી વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હોય, જેનો ખાર રાખી ગત તા.૦૯/૦૫ ના રોજ આરોપી ૧). સામજીભાઈ ઉર્ફે શ્યામ દેલવાડીયા (રહે. વેલનાથપરા, વાંકાનેર) અને ૨). રોકુ કોળી (રહે. વાંકાનેર) નામના બે શખ્સોએ ગોકુલનગરમાં અનાજ દળવાની ઘંટીની દુકાન પાસે રસ્તામાં ફરિયાદી હાર્દિકભાઈને આંતરી,


બળજબરીપૂર્વક એક્ટિવામાં બેસાડી અપહરણ કરી રાજકોટ રોડ પર આવેલ હેલિપેડ પાસે લઈ જઇ ફરિયાદી સાથે ગાળાગાળી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને લાકડાના ધોકા વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. જે બાદ ભોગ બનનાર યુવાન કોઈક રીતે ત્યાંથી જીવ બચાવીને નાસી છૂટતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે હાર્દિકભાઈની ફરિયાદના આધારે વાંકાનેર પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ અપહરણ, મારામારી અને હથિયારબંધીના જાહેરનામા ભંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




