Thursday, May 7, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર એસ.ટી. ડેપો ખાતે કાળઝાળ ગરમીમાં મુસાફરો અને કર્મચારીઓ માટે છાશ વિતરણનો...

    વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે કાળઝાળ ગરમીમાં મુસાફરો અને કર્મચારીઓ માટે છાશ વિતરણનો સેવાયજ્ઞ….

    હાલમાં પડી રહેલી ઉનાળાની કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત આપવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહી છે, ત્યારે વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે પણ મુસાફરો તેમજ કર્મચારીઓ માટે જીરા મસાલા છાશ વિતરણનું એક સુંદર અને ઉમદા આયોજન કરવામાં આવ્યું હતું….

    રાજકોટ એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજા તેમજ વાંકાનેર ડેપો મેનેજર એ. એન. પઢારીયાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર એસ.ટી. પરિવાર બાપા સીતારામ ગ્રુપ દ્વારા ગરમીમાં મુસાફરી કરતા મુસાફરો અને ફરજ બજાવતા કર્મચારીઓને ગરમીથી આંશિક રાહત મળે તેવા શુભ આશયથી આ સેવાયજ્ઞ શરૂ કરાયો હતો…

    આ સેવાયજ્ઞમાં એસ.ટી. ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટર જે. જે. જાડેજા, T.I. રહીમભાઈ પરમાર, J.A. પ્રવીણભાઈ ભુસાડીયા, વર્કશોપ ઇન્ચાર્જ અભિષેકભાઈ ઠાકર, કર્મચારી મંડળના જયદેવસિંહ ઝાલા (મુનાભાઇ – ખેરવા), સ્ટોર ક્લાર્ક હિતેષભાઇ પરમાર, TC અનિલભાઈ ગઢીયા, TC રાજેશભાઈ પૈજા, પૂર્વ વર્કશોપ ઇન્ચાર્જ મહંમદભાઇ સમા, ફરજ પરના TC જયેશભાઈ પંડ્યા, શેડ્યુલ પ્રતિનિધિ (કર્મચારી મંડળ) એસ. વી. ઝાલા, અનવર લધડ, અબ્દુલભાઈ અબડા અને મહેશભાઈ તમારીયા ઉપસ્થિત રહ્યા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

     

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!