વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસે નેશનલ હાઈવે પર એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં સરકારી દવાખાને દવા લેવા જઈ રહેલા પિતા-પુત્રના બાઇકને પાછળથી પૂરપાટ ઝડપે આવતા એક આઇસર ચાલકે અડફેટે લેતા બંનેને ઈજાઓ પહોંચી હતી. જેથી આ મામલે આઇસર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી સુખાભાઇ જેસીંગભાઇ બાવળીયા (રહે. ગારીડા) તેમના ૧૧ વર્ષના દીકરા હાર્દિકને વાંકાનેરના કોઠી રોડ પર આવેલ સરકારી દવાખાને દવા લેવા માટે બાઇક પર ગારીડાથી જઈ રહ્યા હોય, દરમ્યાન મહિકા ગામના કબ્રસ્તાન પાસે નેશનલ હાઇવે રોડ પર પહોંચતા પાછળથી પૂરપાટ ઝડપે આવતા આઇસર વાહન નં. GJ 03 CU 5024ના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ અને ગફલતભરી રીતે ચલાવીને સુખાભાઇના બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં બાઇક સવાર પિતા-પુત્ર રોડ પર ફંગોળાયા હતા, જેમાં ફરિયાદી સુખાભાઇને કપાળના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જ્યારે તેમના ૧૧ વર્ષના દીકરા હાર્દિકને જમણા પગમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચતા આ મામલે સુખાભાઇ બાવળીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આઇસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t





