વાંકાનેરની રામપરા સેન્ચ્યુરી ખાતે જુનાગઢ વન વર્તુળના વન સંરક્ષક ડૉ. મોહનરામ તથા મોરબી વન વિભાગના નાયબ સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા મોરબી અને રાજકોટ જિલ્લાના ક્ષેત્રીય વન વિભાગ માટે ડિવિઝન કક્ષાની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું…
આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય વન વિભાગની કામગીરીને વધુ સુદ્રઢ અને લોકાભિમુખ બનાવવાનો હતો. જેમાં રાજકોટના મદદનીશ વનસંરક્ષક એન. એચ. ગઢવી, મોરબી વન વિભાગના તમામ રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO), વનપાલ અને વનરક્ષકોએ આ શિબિરમાં સક્રિયપણે ભાગ લીધો હતો…

આ તકે નાયબ વન સંરક્ષક દ્વારા અગાઉ યોજાયેલી રાજ્ય કક્ષાની ચિંતન શિબિરના અગત્યના મુદ્દાઓ અને નિર્ણયોથી તમામ સ્ટાફને માહિતગાર કરવામાં આવ્યા હતા અને સરકારના લોકાભિમુખ વહીવટના ધ્યેયને સાકાર કરવા અને આવનારા સમયમાં વન વિભાગ સામે ઊભા થનારા પડકારોનો મક્કમતાથી સામનો કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ કામગીરીને તેના સર્વોચ્ચ મુકામ સુધી પહોંચાડવાનો દ્રઢ નિશ્ચય કરાયો હતો…

શિબિરમાં એક વિશેષ સત્ર દરમિયાન વન વિભાગના કર્મચારીઓને ફિલ્ડમાં ફરજ બજાવતી વખતે પડતી મુશ્કેલીઓ વિશે ખુલ્લા મને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને તેના સચોટ અને વ્યવહારુ ઉપાયો શોધવામાં આવ્યા હતા. નાયબ વન સંરક્ષક દ્વારા વન વિભાગ હસ્તકની જમીન પર થતા અતિક્રમણ અટકાવવા, જમીનની યોગ્ય જાળવણી કરવા તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કેવી તકેદારી રાખવી તે અંગે વન કર્મીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ ચિંતન શિબિરના માધ્યમથી વન વિભાગના કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને પર્યાવરણ તથા વન્યજીવ સંરક્ષણની દિશામાં કામગીરી વધુ વેગવંતી બનશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t




