વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણીમાં અતિ મહત્વની એવી પીપળીયા રાજ બેઠક પર ભારે રાજકીય ઉત્તેજના વચ્ચે પરિવર્તનનો પવન ફૂંકાયો છે. આ મહત્વપૂર્ણ બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હુસેનભાઇ વલીભાઈ શેરસીયાએ જંગી બહુમતી સાથે ભવ્ય વિજય થયો છે. તેમના આ શાનદાર વિજયથી સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોમાં હર્ષોલ્લાસનો માહોલ છવાઈ ગયો છે….

પોતાની આ ઐતિહાસિક અને નિર્ણાયક જીત બાદ વિજેતા ઉમેદવાર હુસેનભાઇ વલીભાઈ શેરસીયાએ પીપળીયા રાજ બેઠક હેઠળ આવતા પીપળીયા રાજ અને વાલાસણ ગામના તમામ જાગૃત મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ” આ વિજય માત્ર મારો નથી, પરંતુ પીપળીયા રાજ અને વાલાસણ ગામના દરેક ગ્રામવાસીઓનો છે. પરિવર્તન માટે જનતાએ જે અકબંધ વિશ્વાસ મારા પર મૂક્યો છે અને બહુમતી આપીને જે આશીર્વાદ આપ્યા છે, તે બદલ હું બંને ગામના તમામ વડીલો, યુવાનો અને માતા-બહેનોનો આજીવન ઋણી રહીશ.”

વધુમાં, હુસેનભાઇ શેરસીયાએ ખાતરી આપી હતી કે તેઓ આ વિસ્તારના વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપશે અને પ્રજાના પ્રાથમિક પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા જનતાની વચ્ચે રહીને જન સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં રહેશે. આ ભવ્ય જીત સાથે પીપળીયા રાજ બેઠક પર વિકાસના એક નવા અધ્યાયની શરૂઆત થઈ હોવાની આશા સેવાઈ રહી છે…..
~ હુસેનભાઇ શેરસીયા
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t





