મહમંદજાવેદ પીરઝાદા અને તેમની સમગ્ર ટીમની મહેનત રંગ લાવી, ચુંટણીની તમામ રણનીતિમાં પીરઝાદા રહ્યા અવ્વલ….

વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણીના આજરોજ પરિણામો જાહેર થતાં જ સ્થાનિક રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. લાંબા સમયથી સત્તા પર રહેલા ભારતીય જનતા પાર્ટીને વાંકાનેર તાલુકાની જનતાએ સ્પષ્ટ રીતે જાકારો આપીને કોંગ્રેસની સત્તામાં ભવ્ય વાપસી કરાવી છે. મતદારોએ પરિવર્તનનો પવન ફૂંકતા ભાજપના અનેક દિગ્ગજ નેતાઓને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે….

વાંકાનેર તાલુકા પંચાયતની કુલ 24 બેઠકો પર યોજાયેલી આ ચૂંટણીમાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે, જેમાં 15 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારો, 8 બેઠકો પર ભાજપ ઉમેદવાર અને એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા થયા છે…..
આ ચૂંટણી પરિણામોમાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી છે કે ભાજપના અનેક મોટા માથાઓ અને દિગ્ગજ નેતાઓ પોતાની બેઠક બચાવવામાં નિષ્ફળ રહ્યા છે. જનતાએ સત્તાધારી પક્ષની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરીને નવા ચહેરાઓ અને કોંગ્રેસના ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. સ્થાનિક મુદ્દાઓ, ખેડૂતોના પ્રશ્નો અને પાયાની સુવિધાઓના અભાવે સત્તા પરિવર્તનમાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે….

24 માંથી 15 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવતા વાંકાનેર કોંગ્રેસમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. મતગણતરી કેન્દ્રની બહાર પરિણામો જાહેર થતા જ કોંગ્રેસના કાર્યકરોએ ફટાકડા ફોડી અને ગુલાલ ઉડાડીને ઢોલ-નગારાના તાલે જીતની ઉજવણી કરી હતી. સ્પષ્ટ બહુમતી મળતા હવે વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પોતાનું બોર્ડ બનાવશે. પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે કોંગ્રેસના હાઈકમાન્ડ અને સ્થાનિક નેતાઓ દ્વારા ટૂંક સમયમાં જ નામની જાહેરાત કરવામાં આવશે. વાંકાનેરની જનતાએ લોકશાહીમાં મતદાર જ સર્વોપરી છે તેવો સ્પષ્ટ સંદેશો આ પરિણામો થકી આપી દીધો છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



