મોરબી જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીમાં પંચાસીયા બેઠક પરનો ચૂંટણી જંગ રસપ્રદ અને પ્રેરણાદાયક બની રહ્યો છે. આ બેઠક પર કોંગ્રેસના લોકપ્રિય ઉમેદવાર કુલસુમબેન અકબરભાઈ બાદીએ ચૂંટણી પ્રચારની એક સકારાત્મક અને નવી જ કેડી કંડારી છે. માત્ર લાગણી કે ‘નામના મતો’ માંગવાને બદલે તેઓ “કામના મતો” ના મજબૂત આધાર સાથે લોકોની વચ્ચે જઈ રહ્યા છે, જેને સમગ્ર વિસ્તારની જનતાનો બહોળો અને પ્રચંડ આવકાર મળી રહ્યો છે…

સામાન્ય રીતે ચૂંટણીઓમાં માત્ર મોટા વચનો અને આક્ષેપ-પ્રતિઆક્ષેપો જોવા મળતા હોય છે, પરંતુ કુલસુમબેન બાદીનો ચૂંટણી પ્રચાર અન્ય કરતા સાવ અલગ તરી આવે છે. તેઓ મતદારો પાસે માત્ર ખાલી હાથે કે પક્ષના નામે વોટ માંગવા નથી જતા, પરંતુ તેમના પતિ અને પૂર્વ સદસ્ય અકબરભાઈ બાદી દ્વારા ભૂતકાળમાં લોકસેવા અને વિસ્તારના વિકાસ માટે કરાયેલા નક્કર કામોની યાદી જનતા સમક્ષ મૂકી રહ્યા છે…

આ સાથે જ, આગામી પાંચ વર્ષમાં પંચાસીયા બેઠક હેઠળ આવતા તમામ ગામોમાં કરવાના વિકાસ કાર્યો અંને પાયાની સુવિધાઓ અંગે સંપૂર્ણ રોડમેપનો વિજન લઇને ચાલી રહ્યા છે. આજના સમયમાં મતદારો ખૂબ જાગૃત છે. તેઓ માત્ર પ્રચારના ઘોંઘાટથી નહીં, પરંતુ કામ કરવાની દાનત અને આયોજનથી આકર્ષાય છે. કુલસુમબેન બાદી દ્વારા રજૂ કરવામાં આવેલો પારદર્શક અભિગમ સીધો જ લોકોના દિલમાં ઉતરી રહ્યો છે. મતદારો એ વાતથી પ્રભાવિત છે કે તેમના ઉમેદવાર પાસે વિસ્તારના પ્રશ્નોની પૂરેપૂરી સમજ છે અને તેને હલ કરવાની સચોટ નીતિ પણ છે. આ કારણે જ જ્ઞાતિ, જાતિ કે માત્ર નામના રાજકારણથી ઉપર ઉઠીને લોકો વિકાસના નામે કુલસુમબેન બાદીને સમર્થન આપી રહ્યા છે….
વિકાસના આ હકારાત્મક મુદ્દાઓ સાથે પંચાસીયા જિલ્લા પંચાયત વિસ્તારના તમામ ગામડાઓમાં કુલસુમબેન બાદીનો ‘વિજયરથ’ અણનમ રીતે આગળ વધી રહ્યો છે. જ્યાં પણ તેમનો લોકસંપર્ક કે ગ્રામસભા યોજાય છે, ત્યાં લોકો સ્વયંભૂ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અકબરભાઈ બાદીની નિઃસ્વાર્થ સામાજિક સેવા અને કુલસુમબેનની વિકાસલક્ષી દીર્ઘદ્રષ્ટિનો અદભુત સમન્વય થતાં, આ બેઠક પર જનતાએ જાણે વિજયનો ફેંસલો સુનાવી દીધો હોય તેવો માહોલ સર્જાયો છે. જંગી જનસમર્થનના મોજા પર સવાર થઈને કોંગ્રેસના ઉમેદવાર કુલસુમબેન બાદી પંચાસીયા બેઠક પર એક ભવ્ય અને ઐતિહાસિક જીત તરફ મક્કમ ડગલાં માંડી રહ્યા છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t





