Friday, April 24, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરકોઠી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ અગ્રણી લાલજીભાઈ રાઠોડ તરફી મતદારોનો ઝોક,...

    કોઠી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ અગ્રણી લાલજીભાઈ રાઠોડ તરફી મતદારોનો ઝોક, યુવા ઉમેદવારને જીતનો વિશ્વાસ અપાવતાં મતદારો….

    આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ મોરબી જિલ્લા પંચાયતની કોઠી બેઠક પર ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ વધુને વધુ મજબૂત બની રહી છે. વાંકાનેર પંથકના યુવા અગ્રણી અને લોકપ્રિય નેતા લાલજીભાઈ રાઠોડના સમગ્ર કોઠી બેઠક વિસ્તારમાં ચાલી રહેલા ઝંઝાવાતી ચૂંટણી પ્રચારને મતદારોનો અભૂતપૂર્વ અને સ્વયંભૂ પ્રતિસાદ સાંપડી રહ્યા છે….

    કોઠી બેઠક પર ભાજપના ઉમેદવાર સવિતાબેન લાલજીભાઈ રાઠોડની ભવ્ય જીત સુનિશ્ચિત કરવા માટે યુવા નેતા લાલજીભાઈ રાઠોડ અને તેમની સમગ્ર ટીમ દિવસ-રાત એક કરીને સમગ્ર વિસ્તારમાં લોકસંપર્ક અભિયાન હાથ ધરી રહી છે, ત્યારે સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરી મતદાન રૂપી સમર્થન આપવનો વિશ્વાસ અપાવવામાં આવી રહ્યો છે. લાલજીભાઈની જમીની સ્તરની કામગીરી અને લોકોના સુખ-દુઃખમાં ઊભા રહેવાની ભાવનાને કારણે આજે ગામેગામથી લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે…

    આ ચૂંટણી પ્રચારની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે લોકો કોઈ પણ પ્રકારના દબાણ વગર સ્વયંભૂ રીતે તેમના પ્રચારમાં સામેલ થઈ રહ્યા છે. માત્ર વડીલો જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં યુવાવર્ગ પણ પોતાના યુવા નેતા સાથે ખભેખભો મિલાવીને ચાલી રહ્યો છે. ચૂંટણી સભા અને ડોર-ટુ-ડોર પ્રચાર દરમિયાન મતદારો ખુદ સામે ચાલીને લાલજીભાઈને ભાજપની જીતનો અડગ વિશ્વાસ અપાવી રહ્યા છે અને આગામી ચૂંટણીમાં કમળના નિશાન પર મહોર મારીને જંગી બહુમતીથી વિજય અપાવવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કરી રહ્યા છે.‌‌..

    લાલજીભાઈ રાઠોડે ભૂતકાળમાં તાલુકા પંચાયતના સદસ્ય તરીકે કરેલા વિકાસના કામો અને સતત લોકોની વચ્ચે રહેવાના તેમના સ્વભાવના કારણે કોઠી બેઠક પર ભાજપ તરફે એકતરફી માહોલ ઊભો થયો છે. મતદારોના આ ઉત્સાહ અને ગામેગામથી મળી રહેલા જબરદસ્ત પ્રતિસાદને જોતાં એ વાત નિશ્ચિત મનાઈ રહી છે કે કોઠી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ એક ઐતિહાસિક અને જંગી જીત તરફ મક્કમ ડગલે આગળ વધી રહ્યું છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!