Friday, April 24, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે શહેરમાં પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ...

    વાંકાનેર : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે શહેરમાં પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ…

    આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને વાંકાનેર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી વાંકાનેર પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ હાથ ધરવામાં આવી હતી….

    ચૂંટણી સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, અસામાજિક તત્વો પર કાબૂ રહે અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધે તે માટે પોલીસ તંત્ર દ્વારા આ આગોતરી કાર્યવાહી કરવામાં આવી છે. વાંકાનેર શહેરના મિલપ્લોપ, નવાપરા સહિત મુખ્ય માર્ગો, બજારો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું…

    આ ફૂટ પેટ્રોલિંગમાં વાંકાનેર ડિવીઝન ડીવાયએસપી સમીર સારડા, સિટી પી.આઇ. વી. એસ. સિંઘવ, પી.એસ.આઇ. મહેશ્વરી સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો તથા હોમગાર્ડ્સના જવાનો જોડાયા હતા. આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ઉચ્ચ અધિકારીઓએ સ્થાનિક લોકોને ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનાર કોઈપણ શખ્સ સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!