સ્થાનિક ચૂંટણીઓના માહોલ વચ્ચે વાંકાનેર પંથકમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નવા સિમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી લુણસર જિલ્લા પંચાયત બેઠક પર હાલ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો સ્પષ્ટ દબદબો જોવા મળી રહ્યો છે. ભાજપે અહીં ખૂબ જ ગણતરીપૂર્વક અને સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને એક એવા લોકપ્રિય ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે, જેને પગલે પક્ષનો વિજયરથ આગળ વધવાની પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે….

તાજેતરમાં થયેલા નવા સિમાંકનને કારણે લુણસર બેઠક નવી જ રીતે અસ્તિત્વમાં આવી છે. આ બેઠક પર કબ્જો જમાવવા અને વિકાસના કામોને આગળ વધારવા માટે ભાજપે ભેરડા ગામના અત્યંત લોકપ્રિય અને જમીન સાથે જોડાયેલા સરપંચ મનિષભાઈ રોજાસરા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પક્ષ દ્વારા મનિષભાઈ રોજાસરાના ધર્મપત્ની હંસાબેન રોજાસરાને સત્તાવાર રીતે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મનિષભાઈની સ્થાનિક સ્તરે સતત સક્રિયતા અને લોકચાહનાનો સીધો ફાયદો તેમના પત્નીને ચૂંટણીમાં મળી રહ્યો છે….

લુણસર જિલ્લા પંચાયતની આ બેઠક ભૌગોલિક અને સામાજિક રીતે ખૂબ જ નિર્ણાયક માનવામાં આવે છે. આ બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ રહેલું છે અને અહીં કોળી મતદારોની સંખ્યા ઉમેદવારનું ભાવિ નક્કી કરી શકે છે. રોજાસરા પરિવાર કોળી સમાજમાં અને અન્ય તમામ વર્ગોમાં મજબૂત સંબંધો ધરાવે છે. ભાજપની આ રણનીતિને કારણે સામાજિક સમીકરણો સંપૂર્ણપણે ભાજપના ઉમેદવારની તરફેણમાં બેસી ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે….

ટિકિટ જાહેર થયા બાદ હંસાબેન મનીષભાઈ રોજાસરાએ પોતાના સમર્થકો અને પક્ષના કાર્યકરો સાથે લુણસર બેઠકના વિવિધ ગામડાઓમાં સઘન ચૂંટણી પ્રચાર અને લોકસંપર્ક શરૂ કરી દીધો છે. ગામડાઓમાં ડોર-ટુ-ડોર પ્રચાર દરમિયાન હંસાબેનને ગ્રામજનો, ખાસ કરીને મહિલાઓ દ્વારા ઠેર-ઠેર કંકુ-તિલક અને હારતોરા કરી ભવ્ય આવકાર આપવામાં આવી રહ્યા છે. લોકોનો આ ઉત્સાહ અને હકારાત્મક પ્રતિભાવ બતાવે છે કે ગ્રામજનોમાં ઉમેદવાર પ્રત્યે ભારે સ્વીકૃતિ છે.
એકંદરે, લુણસર જિલ્લા પંચાયત બેઠક પર નવા સિમાંકનની સ્થિતિ, ભેરડાના સરપંચની લોકપ્રિયતા અને કોળી સમાજના પ્રભુત્વ જેવા તમામ પાસાઓ ભાજપ માટે સકારાત્મક સાબિત થઈ રહ્યા છે. હંસાબેન રોજાસરાના પ્રચારમાં મળી રહેલો જનપ્રતિસાદ એ વાતનો સ્પષ્ટ સંકેત આપે છે કે આગામી સમયમાં આ બેઠક પર ભાજપનો વિજયરથ વિના અવરોધે આગળ વધશે અને કેસરીયો લહેરાશે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t


