Thursday, April 23, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરકોંગ્રેસનો ગઢ બન્યો વધુ મજબૂત : મહિકા તાલુકા પંચાયત બેઠક પર ફાતુબેન...

    કોંગ્રેસનો ગઢ બન્યો વધુ મજબૂત : મહિકા તાલુકા પંચાયત બેઠક પર ફાતુબેન શેરસીયાને મળતો જબ્બર જનપ્રતિસાદ….

    વાંકાનેર તાલુકામાં આગામી પંચાયતની ચૂંટણીનો સંગ્રામ જામ્યો છે, ત્યારે મહિકા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસનો ગઢ વધુ અભેદ્ય અને મજબૂત બની રહ્યો હોય તેવાં સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યાં છે. આ બેઠક પરથી કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલાં ફાતુબેન યુનુસભાઈ શેરસીયાને વિસ્તારના મતદારો તરફથી જબ્બર જન સમર્થન સાંપડી રહ્યું છે…

    આ ચૂંટણી જંગમાં કોંગ્રેસની મજબૂત સ્થિતિ પાછળ વાંકાનેર કોંગ્રેસના પીઢ નેતા અને ‘ચાણક્ય’ તરીકેની ઓળખ ધરાવતા યુનુસભાઈ શેરસીયાની કુશળ રણનીતિ કામ કરી રહી છે. યુનુસભાઈ શેરસીયા વર્ષોથી આ વિસ્તારમાં સક્રિય રાજનીતિ અને સામાજિક સેવાઓ સાથે જોડાયેલા છે. તેમના બહોળા લોકસંપર્ક અને દીર્ઘદ્રષ્ટિનો સીધો લાભ તેમના પત્ની ફાતુબેન શેરસીયાના ચૂંટણી પ્રચારમાં જોવા મળી રહ્યો છે…

    મહિકા તાલુકા પંચાયત સીટએ ફાતુબેન શેરસીયા અને તેમના પરિવાર માટે એક પરંપરાગત બેઠક સમાન બની ગઈ છે. પોતાના અગાઉના શાસનકાળ દરમિયાન તેમણે લોકોના પ્રશ્નોને વાચા આપીને કરેલા અસંખ્ય વિકાસ કાર્યોને કારણે સ્થાનિક નાગરિકોમાં તેમના પ્રત્યે ભારે આદર છે. હાલમાં જ્યારે તેઓ પ્રચાર અર્થે ગામડે-ગામડે ફરી રહ્યા છે, ત્યારે મતદારોનો સ્વયંભૂ સમર્થન જુવાળ જોવા મળી રહ્યો છે.

    કોઈ પણ પ્રકારના આડંબર વિના મતદારો સામે ચાલીને તેમને સમર્થન આપી રહ્યા છે. આ પ્રચંડ જનપ્રતિસાદ અને સ્વયંભૂ ઊમટી પડેલા લોકજુવાળને જોતાં રાજકીય વિશ્લેષકો પણ એવું માની રહ્યા છે કે મહિકા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ફાતુબેન શેરસીયાનો જંગી બહુમતી સાથે ભવ્ય વિજય નિશ્ચિત છે જેના કારણે વિપક્ષની છાવણીમાં સોંપો પડી ગયો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!