Thursday, April 23, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકા પંચાયતની કોઠી બેઠક પર કોળી સમાજના કદાવર નેતા ગોરધનભાઈ સરવૈયાના...

    વાંકાનેર તાલુકા પંચાયતની કોઠી બેઠક પર કોળી સમાજના કદાવર નેતા ગોરધનભાઈ સરવૈયાના પત્ની મેદાનમાં આવતા કોંગ્રેસ તરફી માહોલ….

    આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણી અત્યંત રસપ્રદ બની ગઈ છે. ખાસ કરીને વાંકાનેરની કોઠી તાલુકા પંચાયતની બેઠક હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. અહીં કોંગ્રેસ દ્વારા કોળી સમાજના કદાવર નેતા ગોરધનભાઈ સરવૈયાના ધર્મપત્ની ભાવનાબેન સરવૈયાને મેદાનમાં ઉતારતા રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે….

    વાંકાનેર પંથકમાં કોળી સમાજનું મોટું વર્ચસ્વ છે અને ગોરધનભાઈ સરવૈયા આ સમાજના એક અત્યંત લોકપ્રિય અને વગદાર નેતા તરીકેની છાપ ધરાવે છે. છેલ્લાં ત્રણ દાયકાઓથી જાહેર જીવનમાં સક્રિય રહીને તેમણે લોકોના સુખ-દુઃખમાં સાથ આપ્યો છે અને જનસેવાના અનેક કાર્યો કર્યા છે. તાજેતરમાં જ તેમણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે છેડો ફાડીને કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. ગોરધનભાઈના આ પગલાંથી ભાજપ છાવણીમાં સોંપો પડી ગયો હતો, જ્યારે વર્ષોથી સંઘર્ષ કરી રહેલી કોંગ્રેસમાં જાણે નવા પ્રાણ ફૂંકાયા છે….

    ગોરધનભાઈના કોંગ્રેસમાં જોડાવાને પગલે પાર્ટીએ તેમની લોકપ્રિયતા અને જમીની સ્તરની પકડને ધ્યાનમાં રાખીને તેમના પત્ની ભાવનાબેન સરવૈયાને કોઠી તાલુકા પંચાયતની બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ગોરધનભાઈની ત્રણ દાયકાની નિઃસ્વાર્થ સેવા અને સ્વચ્છ છબીનો સીધો ફાયદો હવે ભાવનાબેનને મળી રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ જે પણ ગામ કે વિસ્તારમાં જાય છે, ત્યાં મતદારો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને તેમને જંગી જનસમર્થન મળી રહ્યું છે….

    કોઠી બેઠક વિસ્તારના લોકો, ખાસ કરીને યુવાનો, ખેડૂતો અને મહિલાઓ એકતરફી કોંગ્રેસ અને ગોરધનભાઈ સરવૈયાની સાથે જોડાઈ ગયા હોવાનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ વિસ્તારમાં કોંગ્રેસ તરફી આવેલા આ પ્રચંડ વાવાઝોડાને કારણે વિપક્ષ છાવણીમાં ભારે નિરાશા અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક લોકોના મતે, ગોરધનભાઈ સરવૈયાનું નેતૃત્વ અને ભાવનાબેનની ઉમેદવારી કોઠી બેઠક પર કોંગ્રેસને ઐતિહાસિક જીત તરફ દોરી જશે. આ બેઠક પર માત્ર રાજકીય લડાઈ નથી રહી, પરંતુ તે ગોરધનભાઈના લોકસંપર્ક અને સેવાના કાર્યો પર પ્રજાના આશીર્વાદની મહોર મારવાની ચૂંટણી બની ગઈ છે. આગામી દિવસોમાં આ બેઠક પર મતદાન કેવું રહેશે અને પરિણામ શું આવશે તે જોવું અત્યંત રસપ્રદ બની રહેશે, પરંતુ હાલ પૂરતું પલ્લું સ્પષ્ટપણે કોંગ્રેસ તરફ ઝૂકેલું દેખાય છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!