
મોરબી જિલ્લા પંચાયતની ચુંટણીમાં વાંકાનેરની પંચાસીયા બેઠક પર રાજકીય માહોલ ગરમાયો છે. આ બેઠક પર કોંગ્રેસ પક્ષ દ્વારા અત્યંત આક્રમક અને સુવ્યવસ્થિત ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. પક્ષના સત્તાવાર અને લોકપ્રિય ઉમેદવાર કુસુમબેન અકબરભાઈ બાદીને વિસ્તારના ખૂણે-ખૂણેથી મળી રહેલા અકલ્પનીય જનસમર્થનને જોતા, તેઓ એક ઐતિહાસિક અને જંગી વિજય તરફ આગળ વધી રહ્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ ઉપસી આવ્યું છે…
ગત ચૂંટણીમાં કેટલાક સમીકરણોને કારણે કોંગ્રેસે આ મહત્વની મનાતી બેઠક ગુમાવવી પડી હતી. જોકે, આ વખતે પરિસ્થિતિ સંપૂર્ણપણે વિપરીત અને કોંગ્રેસની તરફેણમાં જોવા મળી રહી છે. કોંગ્રેસે આ વિસ્તારમાં વર્ષોથી જમીની સ્તરે કામ કરતા અને છેવાડાના માનવીના હમદર્દ ગણાતા અકબરભાઈ બાદી પર વિશ્વાસ મૂકીને માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. કુસુમબેન બાદીને મેદાને ઉતારતા જ ગત ચૂંટણીમાં ગુમાવેલી આ બેઠક પર આ વખતે પુનઃ કોંગ્રેસ પોતાનો કબ્જો જમાવે તેવું વાતાવરણ સર્જાયું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનોની મહેનતથી વિરોધી છાવણીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે….

પંચાસીયા જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા તમામ ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનો ડોર-ટુ-ડોર પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ખાસ કરીને પંચાસીયા, પંચાસર, હસનપર, વાંકીયા, રાણેકપર સહિતના તમામ ગામોમાં જ્યારે કોંગ્રેસ ટીમ પ્રચાર અર્થે પહોંચે છે, ત્યારે ગ્રામજનો દ્વારા તેમનું સ્વાગત કરી તેમને ખુલ્લું સમર્થન આપી રહ્યા છે…

કુસુમબેન બાદીને મળી રહેલા આ બહુમત જનસમર્થન પાછળ તેમના પતિ અને સામાજિક અગ્રણી અકબરભાઈ બાદીની વર્ષોની નિસ્વાર્થ લોકસેવા સૌથી મોટું પરિબળ બની રહી છે. અકબરભાઈ હંમેશા લોકોના નાના-મોટા પ્રશ્નોનો તાગ મેળવીને તેને તાત્કાલિક ઉકેલવા માટે જાણીતા છે. તેઓ માત્ર ચૂંટણી પૂરતા જ નહીં, પરંતુ બારેમાસ લોકોના સુખ-દુઃખમાં પડખે ઊભા રહેતા નેતા છે. આ સેવાકીય કાર્યોનું ઋણ ચૂકવવા માટે હવે આખો વિસ્તાર એકજૂથ થયો છે અને “આપણો મત, આપણા સેવકને” તેવા નારા સાથે કુસુમબેન બાદીને વિજયી બનાવવા કટિબદ્ધ બન્યો છે. ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કા તરફ પ્રયાણ કરી રહ્યો છે ત્યારે પંચાસીયા બેઠક પર કોંગ્રેસની ઐતિહાસિક જીત નિશ્ચિત મનાઈ રહી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



