આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોરબી જિલ્લા ભાજપમાં મોટો ભડકો જોવા મળ્યો છે. ચૂંટણીમાં ટિકિટ ન મળતા નારાજ થયેલા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી અન્ય પક્ષ કે અપક્ષમાંથી ઉમેદવારી કરનારા આગેવાનો સામે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઇ રાજકોટીયાએ લાલ આંખ કરી છે. શિસ્તભંગના આકરા પગલાં રૂપે સમગ્ર જિલ્લામાંથી કુલ 24 લોકોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે….


વાંકાનેર વિસ્તારની વાત કરીએ તો, નગરપાલિકાની ચૂંટણીમાં બળવો કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ ત્રણ મહિલા આગેવાનો પર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં બસપાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર દર્શનાબેન વિશાલભાઈ સંઘવી, જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ અને મીનાક્ષીબેન કાંતિલાલ વોરાને પક્ષમાંથી આગામી છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે…

આ સાથે જ પક્ષ સાથે છેડો ફાડી અન્ય પાર્ટીમાં જોડાનાર અને અપક્ષ ચૂંટણી લડનાર મોટા માથાઓ સામે પણ જિલ્લા ભાજપે સસ્પેન્શનનો કોરડો વીંઝ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ ગોરધનભાઈ પોલાભાઈ સરવૈયા (કોઠી બેઠક કોંગ્રેસ ઉમેદવારી), ઢુવા જિલ્લા પંચાયત બેઠકના અપક્ષ ઉમેદવાર ભાવનાબેન ભરતભાઈ કાંકરેચા તથા પીઢ ભાજપ અગ્રણી કાળુભાઈ મેરૂભાઈ કાંકરેચા અને ચંદ્રપુર જિલ્લા પંચાયત બેઠકના અપક્ષ ઉમેદવાર યુસુફભાઈ મિરાજી શેરસીયાને ભાજપના પ્રાથમિક સદસ્ય પદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે જિલ્લા ભાજપ દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને અન્ય અસંતુષ્ટ કાર્યકરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t



