આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વાંકાનેર તાલુકા પંચાયતની રાતીદેવરી બેઠક પર કોંગ્રેસ પાર્ટી પોતાની પકડ વધુ મજબૂત કરવા જઈ રહી છે. વર્ષોથી કોંગ્રેસના અભેદ્ય કિલ્લા સમાન ગણાતી આ બેઠક પર આ વખતે પાર્ટીએ એક યુવા, મજબૂત અને લોકપ્રિય ચહેરા પર કળશ ઢોળ્યો છે. કોઠારીયા ગામના વતની અને યુવા આગેવાન ફારૂકભાઈ અબ્દુલભાઈ કડીવારને કોંગ્રેસે પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતારતા કોંગ્રેસની વિજય ભણી આગેકૂચ નિશ્ચિત મનાઈ રહી છે.…


આ વિસ્તારમાં ફારૂકભાઈ કડીવાર માત્ર ચૂંટણી સમયે જ દેખાતા રાજકારણી નથી, પરંતુ તેઓ લાંબા સમયથી આ વિસ્તારના લોકોના કામો અને પાયાના પ્રશ્નોના ઉકેલ માટે સતત દોડતા રહ્યા છે. વિસ્તારના કોઈપણ સામાન્ય નાગરિકની મુશ્કેલી હોય, પંચાયતનું કામ હોય કે પછી ગામના વિકાસને લગતો કોઈ પ્રશ્ન હોય, ફારૂકભાઈ કોઈપણ સમયે લોકો માટે ખડેપગે રહેતા આવ્યા છે. રાત-દિવસ જોયા વિના જનતાની સેવામાં હંમેશા હાજર રહેવાના તેમના સ્વભાવને કારણે તેમણે સ્થાનિકોના હૃદયમાં એક આગવું અને મજબૂત સ્થાન ઊભું કર્યું છે….


ફારૂકભાઈની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ચૂંટણી મેદાનમાં તેમના નામની જાહેરાત થતાની સાથે જ રાતીદેવરી, કોઠારીયાના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો સ્વયંભૂ રીતે તેમના સમર્થનમાં બહાર આવી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન સકારાત્મક આવકાર અને ઉમટી પડેલી જનમેદની એ વાતની સાક્ષી પૂરે છે કે જનતા તેમને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે તૈયાર બેઠી છે….
આ પ્રચંડ જનપ્રતિસાદથી ઉત્સાહિત કોંગ્રેસના ઉમેદવાર ફારૂકભાઈ કડીવારે ભારે આત્મવિશ્વાસ સાથે દાવો કર્યો છે કે, રાતીદેવરી બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે અને આ ચૂંટણીમાં તે વધુ મજબૂત બનશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મતદારોના આશીર્વાદથી આ વખતે તેઓ ગત ટર્મ કરતાં પણ વધુ મતોની લીડથી ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરશે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t






