Monday, April 20, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરવાંકાનેર તાલુકા પંચાયતની રાતીદેવરી બેઠક પર ભાજપના યુવા ઉમેદવાર જગદીશભાઈ કોબીયાનો મજબૂત...

    વાંકાનેર તાલુકા પંચાયતની રાતીદેવરી બેઠક પર ભાજપના યુવા ઉમેદવાર જગદીશભાઈ કોબીયાનો મજબૂત દાવો…

    વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે કેટલીક બેઠકો પર રસાકસીનો જંગ જામ્યો છે. જેમાં ખાસ કરીને રાતીદેવરી બેઠક વર્ષોથી કોંગ્રેસનો અભેદ્ય ગઢ માનવામાં આવતી હોય, ત્યારે આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ માસ્ટર સ્ટ્રોક રમતાં રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે અને ભારે રસાકસી સાથે ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે….

    રાતીદેવરી તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના વર્ચસ્વને તોડવા માટે ભાજપે વ્યૂહાત્મક રીતે કોઠારીયા ગામના લોકપ્રિય અને ઉત્સાહી યુવા આગેવાન જગદીશભાઈ લીંબાભાઈ કોબીયાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ દ્વારા આ યુવા ચહેરા પર ઉમેદવારીનો કળશ ઢોળવામાં આવતા જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને બંને પક્ષો વચ્ચે ભારે રસાકસીનો માહોલ સર્જાયો છે….

    જોકે, જેમ-જેમ ચુંટણી પ્રચાર આગળ વધી રહ્યો છે, તેમ-તેમ ચિત્ર ભાજપના યુવા આગેવાનની તરફેણમાં સ્પષ્ટ થતું જોવા મળે છે. કોળી સમાજના આશાસ્પદ અને સક્રિય યુવા નેતા જગદીશભાઈ કોબીયાના ચૂંટણી પ્રચારને બેઠક પર અદભુત અને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જેનાથી રાજકીય વિશ્લેષકોના મતે પરંપરાગત રીતે કોંગ્રેસ તરફી રહેલી રાતીદેવરી બેઠક પર આ વખતે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે….

    જગદીશભાઈની અથાક મહેનત અને લોકો સાથેના સીધા સંપર્કને કારણે ભાજપની સ્થિતિ આ બેઠક પર મજબૂત બની છે. હાલના માહોલ અને લોકસંપર્કની સ્થિતિ જોતા સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે યુવા આગેવાન જગદીશભાઈ કોબીયા રાતીદેવરી બેઠક પર વિજય સાથે કમળ ખિલવવા ભણી મક્કમ ડગલે આગળ વધી રહ્યા છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!