Saturday, April 4, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ભેરડા ગામની સીમમાં ચાલતી ખનીજચોરી પર પોલીસ અને ખાણ-ખનિજ વિભાગનો દરોડો,...

    વાંકાનેરના ભેરડા ગામની સીમમાં ચાલતી ખનીજચોરી પર પોલીસ અને ખાણ-ખનિજ વિભાગનો દરોડો, 1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત….

    વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં ગેરકાયદેસર ખનિજ ખનન કરતા ખનિજ માફિયાઓ પર વાંકાનેર તાલુકા પોલીસ‌ ટીમ અને મોરબી જીલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશનમાં દરોડા પાડી ખનીજચોરી કરતા 1.70 કરોડના વાહનો જપ્ત કરવામાં આવતા પંથકના ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.‌‌…

    બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રોયલ્ટી કે પાસ-પરમિટ વગર ગેરકાયદેસર રીતે ખનિજનું વહન કરતા કેટલાક વાહનોને રોકવામાં આવ્યા હોય, જેમાં ડ્રાઇવરો પાસે વાહનોના કાગળો કે લાયસન્સ ન હોવાથી પોલીસે આ વાહનોને એમ.વી. એક્ટ ૨૦૭ મુજબ ડીટેઇન કર્યા હતા અને આગળની કાર્યવાહી માટે ખાણ-ખનિજ વિભાગને જાણ કરી હતી…..

    જે બાદ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ અને મોરબી ખાણ-ખનિજ વિભાગની ટીમે સંયુક્ત રીતે ભેરડા ગામની સીમમાં દરોડો પાડી ખનીજ ચોરી કરતાં અશોક લેલેન્ડ કંપનીનું ડમ્પર નં. GJ-36-V-9695, ટાટા કંપનીનું ડમ્પર નં. GJ-13-AW-8146, અશોક લેલેન્ડ કંપનીનું ડમ્પર નં. GJ-03-CU-0100 ને પોલીસે ડીટેઇન કરી તેમજ ભેરડા રેઇડ દરમિયાન સ્થળ પરથી ટાટા કંપનીનું ડમ્પર નં. GJ-36-X-6009 ખનિજ ભરેલી હાલતમાં, ક્રોમાન્ડ કંપનીનું એક્સકેવેટર મશીન સહિત કુલ રૂ. 1,70,00,000 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!