વાંકાનેર તાલુકાના ખેડૂતો અને ગ્રામજનો માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે, જેમાં સરકારની મહત્વાકાંક્ષી સૌની યોજનામાં પાઈપલાઈન થકી વાંકાનેર પંથકના તળાવો અને જળાશયોને નર્મદાના નીરથી ભરવાના મહત્વપૂર્ણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે…
બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકામાંથી પસાર થતી સૌની યોજનાની લિંક-3ની મુખ્ય પાઈપલાઈનની આસપાસ ત્રણ કિલોમીટરના અંતરમાં આવતા તમામ તળાવો અને ચેકડેમોને નર્મદાના પાણીથી ભરવામાં આવશે. આ કાર્ય માટે જરૂરી પાઈપલાઈન અને અન્ય માળખાકીય સામગ્રીઓ સ્થળ પર પહોંચી જતા કામગીરી શરૂ કરવામાં આવી છે…

આ તકે જીજ્ઞાસાબેન મેર (પૂર્વ કારોબારી ચેરમેન, વાંકાનેર તાલુકા પંચાયત), રાજુભાઈ મેર (સરપંચ, રાતડીયા ગામ), પ્રેમજીભાઈ માલકીયા (સરપંચ, ચાંચડીયા ગામ), ગોરધનભાઈ સરવૈયા (સરપંચ, શેખરડી ગામ) સહિતના ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt







