Thursday, February 26, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના પીપળીયારાજ ગામે બારીમાં રમતી એક વર્ષની માસૂમ બાળકીને સાપ કરડી જતાં...

    વાંકાનેરના પીપળીયારાજ ગામે બારીમાં રમતી એક વર્ષની માસૂમ બાળકીને સાપ કરડી જતાં કરુણ મોત….

    વાંકાનેર તાલુકોના પીપળીયારાજ ગામે હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. જેમાં પીપળીયારાજ ગામે પોતાના નાનાના ઘરે રહેવા આવેલ એક વર્ષની માસૂમ બાળકી આઇશા મહમદફયાજ શેરસીયા (મૂળ રહે. સિંધાવદર, હાલ રહે. પીપળીયારાજ) ઘરમાં રમતી હોય, જેમાં બાળકી સેટીપલંગ ઉપર ચડી બારી પાસે રમતી વખતે બારીમાં હાથ રાખ્યો હોય દરમિયાન અચાનક ડાબા હાથે સાપ કરડી જતાં બાળકીને ઝેરી અસર થતાં પરિવારજનોએ તાત્કાલિક સારવાર માટે દોડધામ કરી હોય, પરંતુ દુર્ભાગ્યવશ સારવાર પહેલાં જ માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું. હાલ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!