વાંકાનેર શહેરના નવાપરાના નાકા પાસેથી પોલીસે જાહેર ખુલ્લી જગ્યામાં નસીબ આધારિત વર્લી ફીચરના આંકડા લખી હાર-જીતનો જુગાર રમી- રમાડતાં એક ઇસમને ઝડપી પાડ્યો હતો….

પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં આરોપી ગોવિંદભાઇ ઉર્ફે લાલો રણછોડભાઇ ડાભી જાહેર સ્થળે વર્લી જુગારનું સંચાલન કરતો હોવાનું ખુલ્યું હતું. તપાસ દરમિયાન પોલીસે આરોપી પાસેથી વર્લી સાહિત્ય, આંકડા લખેલા કાગળ, બોલપેન તેમજ રોકડ રૂ. 6,300/- સહિત કુલ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




