Monday, February 16, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના માટેલ-ઢુવા રોડ પર હિટ એન્ડ રનની ઘટના, ટ્રક ચાલકે બાઇકને હડફેટે...

    વાંકાનેરના માટેલ-ઢુવા રોડ પર હિટ એન્ડ રનની ઘટના, ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતાં નવાપરાના યુવાનનું મોત….

    વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતો યુવાન માટેલ મંદિર ખાતે માતાજીના દર્શન કરી બાઇક પરત ફરી રહ્યો હોય, ત્યારે તેના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઇક ચાલકનું કરૂણ મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે….

    આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા મનિષભાઇ (ઉ.વ. ૪૨) માટેલ માતાજીના દર્શન કરી ઘરે પરત ફરી રહ્યા હોય, ત્યારે માટેલ-ઢુવા રોડ પર અમરધામ મંદિર પાસે સામેથી આવતા ટ્રક નં. GJ 03 BW 8828ના ચાલકે ટ્રકને પુર ઝડપે તથા ગફલતભરી રીતે ચલાવી મનિષભાઇના સ્પ્લેન્ડર મોટરસાયકલને હડફેટે લેતા ભયાનક અકસ્માત સર્જાયો હતો…

    આ અકસ્માતમાં મનિષભાઇને માથાના ભાગે, મોઢાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું, જેમાં અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જેથી આ બનાવ અંગે મૃતકના પુત્ર શ્રવણભાઇ ઉર્ફે ગટુ મનિષભાઇ વિંઝવાડીયા (ઉ.વ. ૨૦)એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!