
રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસના ભાગરૂપે ગઇકાલ મંગળવારે વાંકાનેરના વાઘાસિયા ટોલ પ્લાઝા ખાતે હાઇવે ઓથોરિટી તથા મોરબી આર.ટી.ઓ દ્વારા વાહન ચાલકો માટે મેડિકલ હેલ્થ ચેક-અપ તથા આંખ ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક તબીબી તપાસ, આરોગ્ય પરામર્શ અને આંખોની તપાસ કરવામાં આવી હતી…



આ સાથે જ સુરક્ષિત ડ્રાઇવિંગને પ્રોત્સાહન આપવા માટે વાહનચાલકો અને કર્મચારીઓને મફત સન ગ્લાસિસનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી ડ્રાઇવિંગ દરમિયાન આંખો પર પડતો તણાવ ઓછો થાય અને દૃષ્ટિમાં સુધારો થઇ શકે. આ સાથે જ આગામી તા. ૨૭ જાન્યુઆરીના રોજ વાઘાસિયા ટોલ પ્લાઝા ખાતે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




