વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે સામાન્ય બાબતનો ખાર રાખી એક ઇકો કાર ચાલકે મહિલાનો પીછો કરી અકસ્માત સર્જ્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે…


આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, આશરે બે માસ અગાઉ ફરિયાદી રમેશભાઇ રાજાભાઇ વાળાના કાકાના દીકરા કામે જતા હોય, ત્યારે તેના બાઈકની ચાવી આરોપી પ્રકાશભાઇ વાલાભાઇ બેડવા (રહે. મેસરીયા) દ્વારા લઈ લેવામાં આવી હોય, જેથી ફરિયાદી રમેશભાઇએ આરોપીને સમજાવી ઠપકો આપી બાઈકની ચાવી પરત મેળવી હતી…
આ ઘટનાનો ખાર રાખી આરોપીએ ફરિયાદીની પત્ની ગૌરીબેન તેના ભાઈના ઘરે જઈ રહ્યા હોય, ત્યારે તેનો પીછો કરી આરોપીએ પોતાના હવાલાવાળી ઇકો કાર લઈને પાછળથી પુરઝડપે આવી ગૌરીબેનને સાઈડમાંથી ટક્કર મારી ગટરમાં પછાડી દીધા હતા, જેના પગલે ગૌરીબેનને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેથી આ બનાવ અંગે ફરિયાદી રમેશભાઈએ આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





