Saturday, January 17, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર બાઉન્ડ્રી નજીક ચોટીલા દર્શન કરી પરત ફરતાં રીક્ષાને નડ્યો અકસ્માત, ટ્રક...

    વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચોટીલા દર્શન કરી પરત ફરતાં રીક્ષાને નડ્યો અકસ્માત, ટ્રક ટ્રેઇલર ચાલકે ઠોકર મારતા યુવકનું મોત, અનેકને ઇજાગ્રસ્ત….

    ચોટીલા ખાતે મિત્રો સાથે માતાજીના દર્શન કરી રાજકોટ પરત ફરતી સીએનજી રીક્ષાને વાંકાનેર બાઉન્ડ્રી નજીક અકસ્માત નડયો હતો, જેમાં ઓવરટેક કરતી વેળાએ ટ્રક ટ્રેઇલરના ચાલકે રીક્ષાને સાઈડમાંથી ઠોકર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવકનું કરુણ મોત થયું છે, જ્યારે અન્ય મિત્રો તથા રીક્ષા ચાલકને નાની-મોટી ઇજાઓ પહોંચી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ફરીયાદી મોહનભાઇ બાબુભાઇ સોલંકી તેમના મરણજનાર ભાઇ ગોવિંદ તથા તેના મિત્રો કૌશીકભાઇ, મયુરભાઇ, વિવેકભાઇ, કેતનભાઇ ધારેચા, ઉતમભાઇ, વિનયભાઇ, સાગરભાઇ, જીતુભાઇ, જયેશભાઇ સહિતના સાથે અશ્વિનભાઇ સોલંકીની સી.એન.જી. રીક્ષા રજી. નં. GJ 11 UU 3665માં ચોટીલા દર્શન માટે ગયા હતા. જ્યારે કે કેતનભાઇ સોલંકી તથા રીતેષભાઇ અન્ય વાહનમાં દર્શન માટે આવ્યા હતા…

    દર્શન કરી તમામ મિત્રો રીક્ષામાં બેસી ચોટીલાથી રાજકોટ પરત આવી રહ્યા હોય દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી પહેલાં દેવાબાપાની જગ્યાની સામે આવેલા પેટ્રોલ પંપ નજીક હાઇવે રોડ પર ટ્રક ટ્રેઇલર રજી. નં. GJ 39 TA 5147ના ચાલકે પોતાના હવાલાવાળું વાહન પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી રીક્ષાની બાજુથી સાઇડ કાપી નીકળતા અચાનક કાવુ મારી રીક્ષાને હડફેટ લેતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી…

    આ અકસ્માતમાં ફરીયાદીના ભાઇ ગોવિંદ ટ્રક ટ્રેઇલરની સાઇડ નીચે પડી જતા તેના શરીર પર ટ્રક ટ્રેઇલરનું તોતિંગ વ્હીલ ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. જ્યારે રીક્ષા ડ્રાઇવર તથા સાથેના અન્ય મિત્રોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જેથી આ બનાવ મામલે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!