સમગ્ર મોરબી જિલ્લામાં વાંકાનેર કોર્ટમાં પડતર સૌથી જુના 36 જેટલા એલ. એ. આર. કેસોમાં વાંકાનેર કોર્ટના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ શ્રી ડી. એમ. શાહ સાહેબનાઓએ ડી.જી.પી. શ્રી વી. સી. જાની સાહેબ દ્વારા રજુ રાખવામાં આવેલ લેખીત તથા મૌખીક પુરાવાઓ તથા દલીલોને ધ્યાને લઇ સમગ્ર મોરબી જિલ્લામાં સૌથી જુના 36 જેટલા એલ.એ.આર. કેસો,
કે જે કેસો છેલ્લા 24 થી 35 વર્ષથી પડતર પડી રહેલા એલ.એ.આર. કેસો પર એક સાથે આજરોજ ચુકાદાઓ આપી તમામ 36 ફેંસલો કરેલ અને અરજદારની અરજીઓ ના મંજુર કરેલ છે. વધુમા છેલ્લા 09 માસના ટુંકા ગાળામાં શ્રી પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ શ્રી ડી. એમ. શાહ સાહેબ નાઓ એ ૧૦-૨૦ વર્ષથી ઉપરના કુલ 70 જેટલા પડતર ફોજદારી તથા સીવીલ કેસોમાં ફેંસલા કરેલ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp