વાંકાનેર વિસ્તારમાં પોલીસ દ્વારા તહેવારો અનુસંધાને અલગ અલગ હોટલો, કારખાના અને સ્પામાં પરપ્રાંતિય શ્રમિકો વિશે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હોય, જેમાં પોલીસે વાંકાનેર વિસ્તારમાં Morbi Assure એપમાં રજીસ્ટ્રેશન નહી કરાવી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાંનો ભંગ કરનાર બે સ્પા સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા હોય, ત્યારે વાંકાનેર પોલીસ અલર્ટ બની છે અને વિવિધ વિસ્તારોમાં સ્પા અને હોટેલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઢુવા ચોકડી પાસે આવેલ ઓમ સાઈ સ્પાના સંચાલક દીલીપસિંહ બહાદુરસિંહ ઝાલા (રહે. મકનસર, ધર્મમંગલ સોસાયટી તા.જી. મોરબી)
તેમજ ઢુવા ચોકડી ભવાની હોટેલ પાસે બીજા માળે સ્પર્શ સ્પા મસાજ પાર્લરના સંચાલક ગોવિંદભાઈ ઉર્ફે મુન્નાભાઈ ડાભી (રહે. રાજસ્થળી તા. વાંકાનેર) એ સાથે સ્પામાં કામ કરતાં કર્મચારીઓની વિગતો MORBI ASSURED એપ્સમા અપલોડ કરેલ ન હોય તેમજ સ્થાનીક પોલીસ સ્ટેશનમાં વિગતો ન આપી હોય, જેથી જાહેરનામા ભંગ હેઠળ સ્પાના સંચાલકો વિરુદ્ધ ગુન્હો નોંધી વાંકાનેર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L