શહેરના ગ્રીન ચોક ખાતે મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી ઠંડા પાણીની વ્યવસ્થા કરાઇ….
વાંકાનેર શહેર ખાતે આજરોજ ભગવાન પરશુરામની જન્મ જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શોભાયાત્રા હાઇવે જકાતનાકાથી શરૂ કરી શહેરના માર્ગો પર ફરી બ્રહ્મ સમાજ વાડી ખાતે સંપન્ન થઇ હતી, જ્યાં બ્રહ્મભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી….
પરશુરામ જયંતિની શોભાયાત્રામાં કોમી એકતાના દર્શન થયા…
બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત આ ભવ્ય શોભાયાત્રામાં કોમી એકતાના અનોખા દર્શન થયા હતા. આ ભવ્ય શોભાયાત્રાનું શહેરના ગ્રીન ચોક ખાતે મુસ્લિમ સમાજ અગ્રણી શકિલ પીરઝાદા, અફઝલભાઈ લાખા, ઝાકીરભાઈ બ્લોચ, ફિરોઝભાઈ, મહંમદભાઇ, રફીકભાઈ ચૌહાણ સહિત મુસ્લિમ યુવા ગ્રુપના સભ્યો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી પરશુરામ દાદાની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા.
જે બદલ સમસ્ત બ્રહ્મ સમાજ વતી રાજુભાઈ મઢવી, રઘુભાઈ રાજગોર, ભરતભાઈ ઓઝા, અમિતભાઈ ભટ્ટ, દુષ્યંત ઠાકર સહિતના દ્વારા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા શોભાયાત્રા માટે ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65