વાંકાનેરના બહુચર્ચીત બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે પોલીસ દ્વારા લાંબા સમય બાદ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોય, જે બંને આરોપીઓના આજે ત્રણ દિવસના રિમાન્ડ પુરા થતાં બંનેને કોર્ટના આદેશ મુજબ જેલહવાલે કરવામાં આવ્યા હતા….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકનેરના બહુચર્ચીત બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે પોલીસે સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈના પુત્ર અમરશીભાઈ જેરામભાઈ પટેલ, વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પતિ અને ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલા તેમજ અન્ય સંડોવાયેલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હોય, જેમાં એલસીબીએ આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાને ઝડપી લીધા બાદ કોર્ટે બંનેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોય, જે આજે પુરા થતા ફરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંન્ને આરોપીઓને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો હતો…
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં મુખ્ય આરોપી પૈકીના પાટીદાર અગ્રણી પુત્ર અમરશીભાઈ પટેલ અને ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા તેનો ભાઇ યુવરાજસિંહ ઝાલા હજુ પણ ફરાર હોય, જેની પોલીસે ધરપકડ કરી નથી. જેથી બાબતે પોલીસ બાકીના ફરાર મુખ્ય અને પહોંચતા આરોપીઓની ધરપકડ ક્યારે કરશે તે પ્રશ્ન હાલ લોકમુખે ચર્ચાઇ રહ્યો છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD