વાંકાનેર શહેર નજીક રહેતી એક મહિલાને મકાન બનાવવા માટે 16 લાખ રૂપિયાની લાલચ આપી અજાણ્યા આરોપીએ મહિલા પાસેથી ઓનલાઇન રૂ. 36,000 પડાવી છેતરપિંડી કરી હોય, જેથી આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આર્શીવાદ પેટ્રોલપંપ પાસે રહેતા નજમાબેન નાશીરભાઈ શાહમદાર (ઉ.વ. ૩૬) એ આરોપી ફેસબુક આઈડી એકાઉન્ટ Harsha sai પ્રોફાઈલ લીંક https://www.facebook.com/profle.php?id-61560228734058 વાળા અજાણ્યો ઈસમ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરિયાદીને મકાન બનાવવા માટે આરોપીએ રૂપીયા સોળ લાખ આપવાની લાલચ આપી,
ફરિયાદી પાસેથી ઓન લાઇન મોબાઇલ તથા કયુ.આર કોડ તથા એકાઉન્ટ વોટ્સએપમાં મોકલી તેમા જુદી-જુદી તારીખે કુલ રૂ. 36,000 ટ્રાન્સફર કરાવડાવી તેઓને મદદના 16 લાખ કે ઓનલાઇન ટ્રાન્સફર કરેલ રકમ પરત નહીં આપી ફરિયાદી સાથે ગુનાહીત વિશ્વાસઘાત છેતરપીંડી આચરતાં આ મામલે અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L