આજ રોજ 78માં સ્વાતંત્ર્ય દિન નિમિતે વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે દારૂલ ઉલુમ ગૌષે સમદાની ખાતે ગરીબ નવાઝ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા તથા મશાયખી પ્રાથમિક શાળા દ્વારા સ્વાતંત્ર્ય દિનની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહેમાન તરીકે જિલ્લા પંચાયતના પુર્વ સદસ્ય યુસુફભાઈ શેરશીયા તથા સંસ્થાના પ્રમુખ ચૌધરી આહમદ હાજીસાહેબનાં હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો….
આ તકે સંસ્થાનાં ઉપપ્રમુખ, ટ્રસ્ટીગણ, સામાજિક તથા રાજકીય આગેવાનો, ઉસ્માનગનીભાઇ દેકાવાડીયા માજી સરપંચ, મહેબૂબભાઈ કડીવાર માજી સરપંચ, એજાઝબાપુ કાદરી, યુનૂસભાઇ સદસ્ય તાલુકા પંચાયત, હુસેનભાઇ માજી સરપંચ, ઈસ્માઈલભાઈ કડીવાર, ઉસ્માનગનીભાઈ શેરસીયા, ડો. ઈમ્તિયાઝ કડીવાર, ઇબ્રાહીમભાઈ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા…
આ રાષ્ટ્રીય પર્વમાં સંસ્થાનાં બાળકો શેરશીયા તુફેલ અહેમદ દ્વારા કુરઆન-એ-કરીમની તિલાવત કરીને કાર્યક્રમની શરૂઆત કરેલ, ત્યાર બાદ સૈયદ ફરીદુદીન બાપુએ હમ્દે બારી તઆલા, સૈયદ શાહનવાઝ બાપુએ નાતે પાક પઢી, અલ્ફેશાની, ગુલામમોયુદીન, અયાન આ ત્રણેય બાળકોએ સાથે મળીને “સારે જહાસે અચ્છા’ ગીત રજુ કર્યું, મોહમદ સાહિલે ક્રાંતિકારી હઝરત ટીપુ સુલતાન, સુફિયાને અલ્લામા સૈય્યદ કિફાયત અલી કાફીની શહાદત તથા સફ્વાને આઝાદીમાં મુસ્લિમોનો ફાળો, મોહમદસમીરે અગ્રેજીમાં, અહમદરઝાએ અરબીમા અને આફતાબે ઉર્દુમાં આઝાદી વિશે પ્રવચન આપ્યા બાદ અંતમાં અમાન દ્વારા સલાતો સલામ પઢવામાં આવી હતી…
સંસ્થાનાં નાઝીમ-એ-આલા મોહંમદ અમીન સાહેબ અકબરીએ દેશ માટે અમનો-શાંતિ અને વિકાસ માટે દુઆ કરી હતી. આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણીને સફળ બનાવવામાં સંસ્થાનાં ઓલમા એ કીરામ, શિક્ષક ગણ અને શાળાના વિદ્યાર્થીઓ જહેમત ઉઠાવી હતી….