વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરમાં બે અલગ અલગ સ્થળોએ જુગારના દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા આઠ પત્તા પ્રેમીઓને રંગે હાથ ઝડપી પાડી તમામ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા પ્રથમ શહેરના વેલનાથપરા ચોકમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). કાનજીભાઈ ધનજીભાઈ દેત્રોજા, ૨). મનીષભાઈ જગદીશભાઈ ઉઘરેજા, ૩). અજયભાઈ ધનજીભાઈ દેત્રોજા, ૪). તુષારભાઈ મનસુખભાઈ વડેચા, ૫). મનોજભાઈ ધીરુભાઈ વિજવાડીયા અને ૬). રોહિતભાઈ પાંચાભાઇ બારૈયાને રોકડ રકમ સહિત કુલ રૂ. 11,250 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે શહેરના સીટી સ્ટેશન રોડ પર પાણીના પરબ પાસેથી જાહેરમાં વરલી ફીચરના આંકડા લખી જુગાર રમી રમાડતા સાહીલ હનીફભાઇ ભટ્ટી અને જુનેદભાઈ યાકુબભાઈ ભટ્ટીને રોકડ રકમ સહિત કુલ રૂ. 15,200 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી બંને આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg