આગામી તા. 22 જાન્યુઆરી, સોમવારના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય, જે નિમિત્તે વાંકાનેર માર્કેટીંગ યાર્ડ દ્વારા સોમવારે યાર્ડમાં રજા જાહેર કરી તમામ કામગીરી બંધ રાખવાનો નિર્ણય મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે…
આ સાથે જ માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ તમામ શેડમાં રવિવારના રોજ કલરના પટ્ટા મારવા તથા સાફસફાઈની કામગીરી કરવાની હોય, જેથી વેપારીઓ તથા કમીશન એજન્ટોને તા. 19 સુધીમાં શેડમાં પડેલ પડતર માલ ઉપાડી લેવા તથા પેન્ડિંગ માલનો નિકાલ કરવા જણાવવામાં આવ્યું છે…..