સમગ્ર વિશ્વમાં આજરોજ 21 જુના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજરોજ વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર ધારાસભ્ય જીતુભાઇ સોમાણી સહિતના મહાનુભાવોએ યોગાભ્યાસ કર્યો હતો…
આ સાથે જ આજરોજ વાંકાનેર સીવીલ કોર્ટ પરીસરમાં નામ. સીવીલ કોર્ટ તથા વાંકાનેર બાર એસોસિયેશન દ્વારા યોગ શીબીરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં નામ. જજ સાહેબ શ્રી એસ. કે. પટેલ સાહેબ, વાંકાનેર બાર એસોસિયેશનના પ્રમુખ ભરતભાઈ દેગામા, ઉપ-પ્રમુખ કમલેશભાઈ ચાવડા, પુર્વ પ્રમુખ અનિરૂધ્ધસિંહ ઝાલા સહિત વાંકાનેર બાર એસોસિયેશનના વકીલો તથા કોર્ટ કર્મચારીઓએ યોગાભ્યાસ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc