વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબીશન ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા અમીરગઢ પોલીસ સ્ટેશન જી. બનાસકાંઠા ખાતેથી ટ્રાન્સફર વોરંટથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગમાં દરમિયાન વર્ષ ૨૦૨૧ માં વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપી વિનોદકુમાર મુસારામ ગુજ્જર (રહે. પુરનનગર, રાજસ્થાન)ને અમીરગઢ પોલીસ સ્ટેશન બનાસકાંઠા જીલ્લામાં અટક કર્યો હોવાનું પોકેટ કોપમાં સર્ચ થયાને પગલે આરોપીનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી આરોપીની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે…