વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા વાંકાનેર વિસ્તારમાં સિંચાઈ બાબતે ગુજરાતના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને કરેલ સફળ રજૂઆત બાદ વાંકાનેરના મેસરીયા અને ઠીકરિયાળા ગામે નાની સિંચાઇ યોજના તેમજ રાતડિયા ગામે તળાવ ઉંડા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હોય, જે કામોની આજરોજ જીજ્ઞાસાબેન મેર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી…
હાલ મેસરિયા અને ઠિકરીયાળા ગામે નાની સિંચાઇ યોજનાના પ્રથમ ચરણમાં તળાવના બંધના મુખ્ય ભાગનું સંપૂર્ણ રીનોવેશન, માટી પાળા ઉપરનું પીચિંગ, હેડ રેગ્યુલેટરનું નવીનીકરણ, જૂનો વેસ્ટ વિયર તોડી નવો બનાવવાની કામગીરી ચાલી રહી છે. ઉપરાંત મોરબી જિલ્લામાં સૌ પ્રથમ વખત રાજ્ય સરકારના સિંચાઈ વિભાગની મશીનરી થકી વાંકાનેરના રાતડિયા ગામે તળાવો ઉંડા કરી મજબૂત પાળ બાંધવાના કામ ચાલી રહ્યું હોય, જે તમામ કામોની આજે કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર દ્વારા સરપ્રાઇઝ વિઝિટ કરી સમીક્ષા કરવામાં આવી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp