Monday, August 10, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના શિવાલય શેલ્ટર હોમમાં રહેતા ૬૬ વર્ષીય વૃદ્ધનું બીમારી સબબ મોત....

    વાંકાનેરના શિવાલય શેલ્ટર હોમમાં રહેતા ૬૬ વર્ષીય વૃદ્ધનું બીમારી સબબ મોત….

    વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં આવેલા શિવાલય શેલ્ટર હોમમાં આશરો લઈ રહેલા એક વૃદ્ધનું તાવની બીમારી બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં આવેલા શિવાલય શેલ્ટર હોમમાં રહેતા મૂળ દાહોદના વતની એવા મનીષભાઈ નટવરલાલ તલાટી (ઉંમર વર્ષ ૬૬) છેલ્લા કેટલાક દિવસોથી બીમાર પડ્યા હતા અને તેમને તાવ આવતો હતો.

    તાવની બીમારીને કારણે તેમની તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર કારગત નીવડે તે પહેલાં જ સારવાર દરમિયાન મનીષભાઈનું અવસાન થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!