ગૌશાળા માટે દર વર્ષે તન, મન અને ધનથી દાન માટે પ્રયાસો કરતાં ગૌસેવકોને સન્માનિત કરાયા, મકરસંક્રાંતિ નિમિત્તે દાન માટે જાહેર જનતાને અપીલ કરાઇ…
વાંકાનેર ખાતે છેલ્લા ૧૭૨ વર્ષથી કાર્યરત પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા એક હજાર કરતા વધારે ગૌવંશના નિભાવનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગૌશાળા દ્વારા દર વર્ષે ગૌશાળા માટે તન, મન અને ધનથી સેવા આપતા ગૌસેવકોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવતું હોય, જે અનુસંધાને ગઇકાલે વાંકાનેરની જૈન ભોજનશાળા ખાતે આ સન્માન સમારોહ યોજાયો હતો….
આ સંસ્થાના સંચાલન માટે ગૌવંશસેવા, જીવદયા અને પશુરક્ષાને વરેલા વાંકાનેર સહિત સૌરાષ્ટ્ર અને મુંબઈ સહિતના સેવાભાવી ગૌસેવકો દ્વારા અવિરત દાનની સરવાણી વહાવી ગૌ સેવાનો યજ્ઞ હંમેશા માટે જીવંત રાખવામાં આવી રહ્યો છે. આ સાથે જ વાંકાનેર શહેર-તાલુકાનાં વિવિધ સેવાકીય સંસ્થાઓ તથા ગૌ સેવક મંડળો દ્વારા દર વર્ષે મકરસંક્રાંતિ પર્વે વાંકાનેર, રાજકોટ , જામનગર વગેરે શહેરોમાં વાંકાનેર પાંજરાપોળ ગૌશાળા માટે દાન એકત્ર કરવા પંડાલ બનાવી દિવસભર સેવા યજ્ઞ કરે છે, જે તમામને આ તકે સન્માનિત કરવામાં આવ્યા હતા…
સંસ્થાના કર્તાહર્તા સ્વર્ગસ્થ લલિતભાઈ મહેતાના અવસાન બાદ સંચાલન માટે પ્રમુખ કેતનભાઈ મહેતા, ઉપપ્રમુખ કલ્પેન્દુભાઈ મહેતા, મંત્રી મણીભાઈ પટેલ, ખજાનચી પ્રજ્ઞેશભાઈ પટેલ સહિત નવી બોડીની નિમણૂક કરવામાં આવી હોય, જે બોડી દ્વારા આ મકરસંક્રાંતિ પર્વે વાંકાનેર પાંજરાપોળની એક હજાર કરતાં વધારે ગાયોના નિભાવ માટે ઉદાર હાથે દાન વહાવવા અપીલ કરવામાં આવ હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0