વિપક્ષના સદસ્યોએ 11 મુદ્દે કરેલ અરજી મામલે પ્રાદેશિક કમીશ્નર દ્વારા કાર્યવાહી કરાઇ, સત્તાધીશોને લેખિતમાં જવાબ આપવા નોટિસ ફટકારાઇ….
ગત તા. 8 એપ્રિલના રોજ વાંકાનેર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ હોય, જેમાં બહુમતીના જોરે સત્તાધિશો દ્વારા માત્ર બે મિનિટમાં કોઈપણ પ્રકારની રજુઆતો સાંભળ્યા કે જનરલક્ષી મુદ્દાઓની ચર્ચાઓ કર્યા વગર સાધારણ સભા આટોપી લેવામાં આવી હોય, જેની સામે વિપક્ષના સદસ્યોએ પ્રાદેશિક કમિશનર સમક્ષ 11 મુદ્દાઓ સાથે નગરપાલિકા અધિનિયમ-258 હેઠળ સાધારણ સભા રદ કરવાની માંગ સાથે અરજી કરી હોય,
જે અનુસંધાને પ્રાદેશિક કમિશનર દ્વારા વાંકાનેર નગરપાલિકાના ચિફ ઓફિસર, પ્રમુખ તથા ઉપપ્રમુખને નોટિસ ફટકારી કલમ-258 હેઠળ સાધારણ સભા રદ કરવાની કાર્યવાહી કેમ ન કરવામાં આવે ? તે મુદ્દે લેખિતમાં જવાબો માંગવામાં આવ્યા છે. જેના માટે આગામી તા. 20 મે ના રોજ પ્રાદેશિક કમીશ્નર સમક્ષ સુનવણી હાથ ધરવામાં આવશે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1