વાંકાનેર નગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતો યુવાન વિશીપરા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની રીક્ષા લઇ પોતાની ફરજ પર હોય દરમ્યાન એક શખ્સ દ્વારા સફાઈ કર્મચારી સાથે દૂરવ્યવહાર કરી જાતિ પ્રત્યે અપમાનિત કરતા આ મામલે આરોપી સામે વાંકાનેર સુધી પોલીસ મથકમાં એન્ટ્રસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર નગરપાલિકામાં રોજમદાર સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા આકાશભાઈ ગોવિંદભાઈ લઢેર (ઉ.વ. ૩૧, રહે. આંબેડકરનગર, વાંકાનેર)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી મનીષભાઈ ભાટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી પોતે નગરપાલિકાની ઇલેક્ટ્રીક રીક્ષા લઈને વિશીપરા વિસ્તારમાં ડોટ ટુ ડોર કચરો એકઠો કરવા જતા હોય, ત્યારે વિશીપરા-ધમલપર રોડ પર આરોપીએ નગરપાલિકાની રિક્ષાના કાચમાં જોરદાર મુક્કો મારતા,
ફરિયાદીએ રિક્ષામાં નુકસાન કરવાની ના પાડતા, ઉશ્કેરાયેલા આરોપીએ ‘ તું અમારા એરિયામાં આવી હવા કેમ કરે છે ? ‘ કહી ફરિયાદી સાથે દુર્વ્યવહાર કરી જાતિ પ્રત્યે અપમાનિત કરતાં આ મામલે યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર સિટી પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ ૧૩૧, ૧૨૧(૨), ૨૯૬(બી), ૧૧૫(૨) તથા એન્ટ્રોસીટી એક્ટ ૩(૧)(r), ૩(૧)(s), ૩(૨)(va) મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે….