વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે તાલુકાના નવા રાજાવડલા ગામે મફતીયાપરામાં જુગારનો દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે તીનપત્તીનો જુગાર રમતા નવ ઇસમોને રોકડ રકમ રૂ. 41,300 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના નવા રાજાવડલા ગામે મફતીયાપરામાં દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ૧). રમેશભાઇ અમુભાઇ સારલા, ૨). વાહીદભાઇ અમીભાઇ વડાવીયા, ૩). રફીકભાઇ હસનભાઇ વડાવીયા, ૪). નઝરૂદીનભાઇ જીવાભાઇ કડીવાર,
૫). ફિરોજભાઇ મામદભાઇ શેરસીયા, ૬). રફીકભાઇ અબ્દુલભાઇ શેખ, ૭). અબ્દુલભાઇ વલીમામદભાઇ બાદી, ૮). પ્રવિણભાઇ મનસુખભાઈ કુકાવા અને ૯). મહેબુબભાઇ આમદભાઇ શેરસીયાને રોકડ રકમ રૂ. ૪૧,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0