વાંકાનેર શહેર ખાતે વર્લ્ડ નવકાર મંત્ર ડે નિમિત્તે વાંકાનેર જૈન સંઘ દ્વારા નવકાર મંત્રોચ્ચારના જાપ સાથે ઉજવણી કરવામાં આવી હોય, જેમાં જીવદયા પ્રેમી જૈનો દ્વારા વિશ્વશાંતિ અર્થે મહામુલ્ય શ્રી નવકાર મંત્રનો જાપ રાખી વિશ્વમાં શાંતી બની રહે તેવી ભાવના સાથે સામુહિક મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુકેશભાઈ દોશી, કીર્તિભાઈ શાહ, રાજુભાઈ મહેતા, પ્રવીણભાઈ શાહ, અમિનેશભાઈ શેઠ, નયનભાઈ દોશી, નિરવભાઈ દોશી સહિત જૈન સમાજના શ્રાવક તથા શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm