રાજકોટ જીવન કોમર્શિયલ બેંકના રિકવરી કર્મચારીઓ પોતાની ફરજ પર વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં લોન રિકવરી માટે ગયા હોય ત્યારે પ્લોટમાં મામમતદાર ફેનસિંગ દૂર કરવાની કામગીરી કરાવતા હોય, ત્યારે દસ ઇસમોએ એક સંપ કરી બેંકના કર્મચારીઓ પર હુમલો કરી મોબાઈલ ઝુંટવી લેવાની સાથે એક કર્મચારીના ચશ્માં તોડી શર્ટ ફાડી નાંખતા આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જીવન કોમર્શિયલ બેંકના રિકવરી મેનેજર આબીદભાઈ નુરુદિનભાઈ ભારમલએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). હુશેનભાઇ અલીભાઇ અમરેલીયા, ૨). તૌફીક ઇસુબભાઇ અમરેલીયા, ૩). ફૈજાન હનીફભાઇ અમરેલીયા, ૪). વસીમભાઇ અબાભાઇ અમરેલીયા (રહે. ચારેય લક્ષ્મીપરા વાંકાનેર), ૫). તૌસીફ હુશેન અમરેલીયા, ૬). તનવીર બાબાભાઇ અમરેલીયા, ૭). મસીરાબેન તૈસીફભાઇ અમરેલીયા, ૮). જમીલાબેન હુશેનભાઇ અમરેલીયા, ૯). રહીમભાઇ મુલ્તાની રહે.ચંદ્રપુર અને ૧૦). અયાન વસીમભાઇ અમરેલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે,
ગત તા.5ના રોજ ફરિયાદી તેમના બેંક સ્ટાફ સાથે વાંકાનેર શહેરના લક્ષ્મીપરા સોસાયટી ખાતે બેંકની રિકવરીની કામગીરી માટે ગયા હોય, ત્યારે કોર્ટના હુકમથી અમીભાઈ અલાઉદિનભાઈ ખોરજીયાની મિલકતમાં કરવામાં આવેલ ફેનસિંગ વાંકાનેર મામલતદાર દૂર કરાવતા હતા ત્યારે ઉપરોક્ત દસેય આરોપીઓએ ફરિયાદી તથા તેમની ટીમ પર લાકડી અને કાતર જેવા હથિયાર વડે હુમલો કરી, ઢીકા પાટુનો માર મારી સાહેદ ચેતનભાઈનો મોબાઈલ ઝુંટવી તેમજ બ્રિજેશભાઈના ચશ્માં તોડી નાખી ફરિયાદીને ઇજા પહોંચાડી શર્ટ ફાડી નાખ્યો હતો. જેથી હાલ આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm