પરવાના વાળું હથિયાર આપનાર અને તે હથિયાર સાથેનો ફોટો મુકનાર વિરુદ્ધ કાર્યવાહી કરતી મોરબી એસઓજી ટીમ….
વાંકાનેર શહેર ખાતે ભરવાડ પરામાં રહેતા એક યુવાનને સોસિયલ મિડિયામાં ખોટા સિન-સપાટા કરવા ભારે પડ્યા છે, યુવાને બીજાની પરવાના વાળી બંદૂક સાથે ફોટો પડાવી ઈન્સ્ટાગ્રામમાં મુકતા બાબતે પોલીસે યુવાન અને બંદૂકના માલિક એમ બંને શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના ભરવાડ પરા વિસ્તારમાં રહેતા સામાભાઇ ઉર્ફે રોકુ ધીરૂભાઇ કાઠીયા (ઉ.વ. 22) નામના યુવાને પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી Roku_thakor_9 પર બારબોરની બંદૂક સાથેના ફોટા અપલોડ કરી સમાજમાં ભય ફેલાવવા પ્રયાસ કરતાં બાબતે મોરબી એસઓજી ટીમ દ્વારા આરોપી સામાભાઇ ઉર્ફે રોકુ ધીરૂભાઇ કાઠીયા તથા આરોપીને ફોટા પાડવા માટે હથિયાર આપનાર ઘીયાવડ ગામના સિક્યુરિટીમેન ઉદયસિંહ વિરમજી ઝાલા(ઉ.વ. ૫૦)ની ધરપકડ કરી બન્ને વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp