વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનું દુઃખદ અવસાન થતાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીરઝાદા પરિવાર તથા અનુયાયીઓ (મુરીદો)ને શોક સંદેશ (દિલસોજી) પાઠવવામાં આવ્યો છે, જેમાં તેમણે મીર સાહેબના લોકપ્રિય ધારાસભ્ય તરીકેના વાંકાનેર પંથકમાં શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે બહુમુલ્ય યોગદાનને યાદ કરી તેમના અવસાનથી વાંકાનેર વિસ્તારમાં સાર્વજનિક ક્ષેત્રે મોટી ખોટ ગણાવી દિલશોજી પાઠવી હતી…
આ તકે પીરઝાદા પરિવાર વતી મીર સાહેબના દિકરા શાઈરએહમદ કે. પીરઝાદા તથા શકીલ એહમદ કે. પીરઝાદા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરી ઋણ સ્વીકાર કર્યો હતો…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp