વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર ખાતે આજરોજ GCERT ગાંધીનગર પ્રેરિત DIET-મોરબી માર્ગદર્શિત અને બી.આર.સી. ભવન વાંકાનેર આયોજિત ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું હોય જેને મહાનુભાવોના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ સાથે જ આ તકે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું…
આ તકે ઉપસ્થિત ગાયત્રી મંદિરના મહંતશ્રી અશ્વિનભાઈ રાવલ, વાંકાનેર TPEO વોરા સાહેબ, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા, મહામંત્રી નજરૂદીનભાઈ, બીઆરસી મયુરસિંહ પરમાર દ્વારા દિપ પ્રાગટય કરી પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં રોકેટ લોન્ચર, સેલ્ફી પોઇન્ટ અને વિજ્ઞાનના રમકડા સહિતના પ્રયોગો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આયોજનને સફળ બનાવવા શિક્ષક જીતેન્દ્રભાઈ પાચોટીયા તથા નરેન્દ્રભાઇ કાલેરિયાએ ભારે જહેમત ઉઠાવી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg