વાંકાનેર વિસ્તારમાં ઓગસ્ટ મહિનામાં અંતમાં પડેલા અતિભારે વરસાદનાં કારણે ખેડૂતોના કપાસ, મગફળી, લીલા શાકભાજી સહિતના ખેત પાકને નુકસાનની પહોંચી હોય, જેના કારણે ખેડૂતોને મોટુ નુકસાની સહન કરવાનો વારો આવ્યો હોય, જે બાદ પણ ખેડૂતોએ હિંમત દાખવી રહ્યો સ્હ્યો ખેત પાક બચાવવા પુરતાં પ્રયાસો કરી રહ્યા હોય, જેમાં ખેડૂતોને મહંદઅંશે સફળતા મળી હોય,
અને હાલ આ ખેત પાકોની લણણી કરવાનો સમય નજીક હોય ત્યારે જ ફરી ખેડૂતો પર આસમાની આફત રૂપે પવન સાથે વરસાદનો ખતરો તોડાઈ રહ્યો છે, જે ખેડૂતોને લાભ કરતા નુકસાની વધારે કરે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં જગતનો તાત ચિંતિત હોય, ત્યારે સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરી અને અગાઉ થયેલ નુકસાનીનોમા સર્વે મુજબ ખેડૂતોને યોગ્ય સહાય ચુકવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg