Tuesday, September 1, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના યુવાનનો AI ની મદદથી વિડીયો બનાવી વાયરલ કરવા અંગે સાયબર ક્રાઈમમાં...

    વાંકાનેરના યુવાનનો AI ની મદદથી વિડીયો બનાવી વાયરલ કરવા અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ…

    આધુનિક ટેકનોલોજીના ફાયદાઓની સાથે સાયબર ગુનાઓમાં પણ તેનો દુરુપયોગ વધી રહ્યો છે, ત્યારે વાંકાનેરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ખોટો ઉપયોગ કરી એક યુવાન તબીબનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોતાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના આ પ્રયાસ સામે ભોગ બનનાર યુવાને મોરબી સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ કરી છે….

    બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર ખાતે ડોક્ટરી પ્રેક્ટિસ કરતાં ફરીયાદી માણસીયા જુનેદ (રહે. વાંકાને૨) નામના યુવાનનો કોઈ હિતશત્રુઓ દ્વારા એ.આઈ.ના દુરઉપયોગથી એડિટ કરીને વિડીયો બનાવી બદનામ કરવાના ઈરાદે સોશ્યલ મીડીયામાં વાયરલ કરી પ્રતિષ્ઠા અને આબરૂને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યાં હોય જેથી આ અંગે ફરીયાદી જુનેદ માણસીયાએ મોરબી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરી લેખિત ફરિયાદ અરજી આપીને તેમની છબી ખરડાવવાનો પ્રયાસ કરનાર અને વિડીયો વાયરલ કરનાર જવાબદાર શખ્સોને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડી કડક કાનૂની પગલાં ભરવા રજૂઆત કરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!