Tuesday, July 8, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો, જિલ્લા પંચાયતના પુર્વ...

    વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો, જિલ્લા પંચાયતના પુર્વ સદસ્ય સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા…!

    આજરોજ વાંકાનેર ખાતે કોંગ્રેસના સચિવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ, રાજસ્થાન કોંગ્રેસના સહપ્રભારી અને ચોટીલાના પુર્વ ધારાસભ્ય રૂત્વિકભાઈ મકવાણાના અઘ્યક્ષ સ્થાને વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો હોય, જેમાં વાંકાનેરના મેસરીયા ગામના યુવા અગ્રણી વનરાજભાઈ ધીરૂભાઈ રાઠોડની વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ સાથે જ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતી ઉપપ્રમુખ પદે જસુભાઈ ગોહીલ, વાંકાનેર તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ સેલના પ્રમુખ પદે રમેશભાઈ પ્રબતાણી (ઉ૫ સરપંચ જેપુર), વાંકાનેર તાલુકા કોંગ્રેસ અનુ. જાતી વિભાગ પ્રમુખ પદે નવીનભાઈ વોરા (રાતદેવળી), મોરબી જિલ્લા કોંગ્રેસ અનુ. જાતી વિભાગ ઉપપ્રમુખ પદે મનજીભાઈ બેડવા (ભલગામ), મોરબી જીલ્લા કોંગ્રેસ અનુ. જાતી વિભાગ મહામંત્રી પદે લક્ષ્મણભાઈ વોરા (રાતીદેવળી), મોરબી જીલ્લા કોંગ્રેસ અનુ. જાતી વિભાગ મહામંત્રી પદે મોહનભાઈ બેડવા (ભલગામ) અને વાંકાનેર શહેર કોંગ્રેસ અનુ. જાતી વિભાગના પ્રમુખ પદે પ્રકાશભાઈ સુમેસરાની નીમણુક કરવામાં આવી હતી…

    આ તકે ભાજપ દ્વારા કોળી સમાજ સાથે રાજકીય રીતે અન્યાયના આક્ષેપો સાથે રાજકોટ જીલ્લા પંચાયતના પુર્વ સદસ્ય અને મેસરીયા સેવા સહકારી મંડળીના પ્રમુખ ધીરૂભાઈ રાઠોડ સહિત મોટી સંખ્યામાં કોળી સમાજના કાર્યકરો ભાજપ છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા…

    આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ મહામંત્રી અને વાંકાનેર માર્કેટ યાર્ડના પુર્વ પ્રમુખ શકીલ પીરઝાદા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચ સેલ કાર્યકારી પ્રમુખ રાજુભાઈ આહીર, મોરબી જલ્લા કોંગ્રેસ બક્ષીપંચ સેલ પ્રમુખ મનસુખભાઈ વાઘેલા, મોરબી જલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ લુંભાણી, મોરબી જલ્લા પંચાયત સદસ્ય હરદેવસીંહ જાડેજા, મોરબી જિલ્લા પંચાયત સદસ્ય ઈસ્માઈલભાઈ બાદી, વાંકાનેર માર્કેટ યાર્ડના પ્રમુખ ગુલામભાઈ પરાસરા, વાંકાનેર માર્કટ યાર્ડ ઉપપ્રમુખ નાથાભાઈ ગોરીયા, વાંકાનેર તાલુકા પંચાયત વિરોધપક્ષ નેતા યુનુસભાઈ શેરસીયા, દલીત સમાજ અગ્રણી માનસુરભાઈ બેડવા, વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી પુર્વ ચેરમેન નારાયણભાઈ કેરવાડીયા, રાજકોટ જિલ્લા દુધ સંઘ ડીરેકટર અબ્દુભાઈ બાદી, કૃંભકો–દિલ્લી ડેલીગેટ સાદુરભાઈ (મેસરીયા), રાજકોટ જીલ્લા ખરીદ વેચાણ સંઘ ડીરેકટર હુસેનભાઈ શેરસીયા, મુળજીભાઈ (કોળી સમાજ અગ્રણી) સહીત તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, સહકારી ક્ષેત્રના આગેવાનો અને મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…

    સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મંત્રી ડો. રૂકમુદીન માથકીયા, વાંકાનેર વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવાળા, વાંકાનેર તાલુકા કિસાન કોંગેસ પ્રમુખ ફારૂકભાઈ કડીવા અને કોળી સમાજ યુવા અગ્રણી લીંબાભાઈ હડાણી દ્વારા કરવામાં આવ્યુ હતુ….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!