Thursday, September 19, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર નજીક ચંદ્રપુર પાસે નેશનલ હાઇવે પર રોડ ક્રોસ કરવા જતાં ટ્રક...

    વાંકાનેર નજીક ચંદ્રપુર પાસે નેશનલ હાઇવે પર રોડ ક્રોસ કરવા જતાં ટ્રક હડફેટે તોતિંગ વ્હીલ નીચે ચગદાઈ જવાથી યુવાનનું મોત….

    વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ પાસે નુરાની કોમ્પલેક્ષ સામે નેશનલ હાઇવે પર ડિવાઇડરે રોડ ક્રોસ કરવા જતાં એક સાયકલ ચાલકને પુર ઝડપે આવતા ટ્રક ટ્રેઇલરના ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકના તોતિંગ વ્હીલ નીચ ચગદાઈ જવાથી યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે નેશનલ હાઇવે પર આવેલ નુરાની કોમ્પલેક્ષ સામે સાઇકલ પર રોડ ક્રોસ કરવા જતાં એક યુવાનને વાંકાનેર તરફથી પુરઝડપે આવતા ટ્રક ટ્રેઇલર નં. RJ 04 GC 3272 ના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં અકબરભાઈ સલેમાનભાઈ રતનીયા (ઉ.વ. ૨૫, રહે. કેરાળા, તા. વાંકાનેર) નામના યુવાનના શરીર પર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતાં ચગદાઈ જવાથી યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, બનાવની જાણ થતાં જ વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હોવાની માહિતી મળી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!