સગીરાને ગળેટૂંપો દઇ હત્યા કરી હાર્ટએટેકથી મોત થયાનું જણાવી શંકા જતાં પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતાં ષડયંત્ર પરથી પડદો ઊંચકાયો…!
વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે ખાતે રહેતી એક સગીર વયની દિકરીને માતા-પિતાએ પ્રેમી સાથે વાત કરવાની ના પાડી હોય છતાં દિકરી પ્રેમી સાથે ફોનમાં વાત કરતા ઝડપાઇ જતાં આ મામલે માતા-પિતા અને મોટી દિકરીએ સાથે મળી સગીરાને ગળેટુંપો આપી હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામે રહેતા દિનેશભાઇ ગૌરીદાસ ગોંડલીયા (ઉ.વ.૪૪) નામના ફરિયાદીએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી મહેશભાઈ રવીરામભાઈ ગોંડલીયા, સુરેખાબેન મહેશભાઈ ગોંડલીયા અને હીરલબેન મહેશભાઈ ગોંડલીયા (રહે. બધા દીઘલીયા) સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૨૬ના રોજ વહેલી રાત્રીના આશરે પોણા વાગ્યાના અરસામાં આરોપી મહેશભાઈ તથા સુરેખાબેનએ તેમની દિકરી રીંકલ મહેશભાઇ આશરે (ઉ.વ.૧૬)ને તેના પ્રેમી રાહુલ સાથે પ્રેમ સબંધ રાખવાની ના પાડેલ હોય તેમ છતા રીંકલને તેના પ્રેમી સાથે ફોનમાં વાતો કરતી હોવાની જાણ તેની માતાને થતાં ફરી દિકરીને સમજાવતા પ્રયાસ કરવા છતાં,
દિકરી ન સમજતા ઉશ્કેરાઇ જઇ આ મામલે સગીરા સુતી હોય ત્યારે આરોપી મહેશભાઈએ રીંકલના પગ પકડી રાખી તેમજ આરોપી હીરલબેને રીંકલના બન્ને હાથ તેના પેટ ઉપર પકડી તેની માથે બેસી જઇ તથા આરોપી સુરેખાબેનએ ઓશીકાથી મુંગો દઇ, હાથેથી તથા દુપટાથી ગળુ દબાવી રીંકલને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
જે બાદ આરોપીઓએ રીંકલ જે ફોનથી વાતચીત કરતી હતી તેના સમીકાર્ડનો નાશ કરી રીંકલનું હાર્ટ એટેકથી મોત થયાની ખોટી હકિકત તમામને જણાવી રિંકલના અંતિમસંસ્કાર કરી નાખ્યાં હતાં, જેમાં પરિવારજનો તથા ગ્રામજનો શંકા જતાં તેમણે મૃતકનું પીએમ કરાવવા જણાવતા આખરે મામલા પરથી પરદો ઉચકાયો હતો, જેથી આ મામલો સામે આવતા ફરિયાદી દિનેશભાઇની ફરિયાદ પરથી પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૦૨, ૧૯૩, ૨૦૧, ૧૧૪, ૩૪ મુજબ ગુનો નોંધી બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp